એવું તે શું !

એવું તે શું કે ભીંંસી નાખતાંં ભીડના બુલંદ અવાજોની વચ્ચે તારા અંદરથી આવતો એક ધીમો સ્વર તને સંવાદ કરવા મજબૂર કરે.

એવું તે શું કે નિયમોની જંજાળ અને મેદનીની માયાજાળ સામે તારા શ્રમનો થાક તને ચાલતો રહેવા મજબૂર કરે.

એવું તે શું કે આંખની સામે રહેલા મોટાં માર્ગોની સામે કોઇક ખૂણાની બારીમાંથી આવતો મંદ ઉજાસ તને મીટ માંડવા મજબૂર કરે.

એવું તે શું કે લાખો ઈમારતોની વચ્ચે ચાલતાંં ચાલતાંં વચ્ચે આવતું એક નબળું ઝાડ તને જીદ કરવાં મજબૂર કરે.

એવું તે શું કે ચમકારાંં મારતાંં પથ્થરો અને દુધ ઘી નાં દુર્ઘંધની વચ્ચે એક કુમળાંં ગલગોટાંની સુવાસ તને હાથ જોડવાં મજબૂર કરે.

એવું તે શું કે સ્મશાનમાં ઊભાં ઊભાં- મડદાંઓની વચ્ચે રહેલી શાંતિ તને અશાંત જીવનનાં વમળોને સમજાવતાં જીવતો રહેવા મજબૂર કરે….

 

 

Advertisements

Time frame /_/

‘Time waits for no one’

There have always been this ‘time’ attached with ourselves invariably since birth . We calculate things in terms of time. We always work according to such man-made time frames. There is particular time frame for a new born to learn walking, speaking, and even expressing. If one doesn’t match, that is considered to be slow. Yes, we judge infants on the basis of time frames. All the things- study, job , success, marriage, family, children, work, travel and even passion- everything that is a part of life has its own time frame and all we need to do is to have pace with that, all the time, without fail and obviously without considered to be ‘slow’. No one wants to be or rather allowed to be slow in our society that runs on such time frames.

What if one does not follow a time frame .

An infant may have a tendency to not to be able to express in crowd.

Some people like to be slow, to take time for everything

What if one has a different vision for life than just to be accurate in every time frame.

What if one has managed well in every time frame so that one day there will be a peace of mind in unpredictable future but suddenly get cut off on time limit. Life is full of variability. What if we dont have as much time as we once thought we have.

Why on earth we expect everyone to behave in terms of the time rule that we have hypothesized. Why one can not be slow or say inaccurate. No matter how much we try to match the pace with running time, we all have a desire to have that slow period when we can lounge and ponder for ‘ourselves’ that we may have missed while running with the time.

 

 

 

 

 

નિઃસ્વાર્થ-selfless and unconditional

CCD અને Quiches, તો ક્યાક cafe mocha, that place, just maxican ક્યા તો souq- આવા કેટલાય નામો આજકાલના twenties માટે પ્રિય જગ્યાઓમાના એક છે. એમા Barista એટ્લે ભુલાઇ ગયેલુ અને દાયકા પેલાના twenties માટે ઉપરના નામોમાંનુ એક ગણાતું coffee place.

આરવ એ જ baristaમાં cappuccino ની ચુસ્કીઓ વચ્ચે Macbook માં કાઇક મંતરી રહ્યો હતો.બાવીસ વર્ષમાં પોતાની જાતને એવી બનાવી નાખેલી હતી કે જાણે પહેલી વાર જોનાર આરામથી એને સત્યાવીસનો ગણી બેસે. ખરાબ રીતે વધારેલી અને આખા મોઢા  પર વિખરાયેલી ભયંકર કાળા રંગના વાળ ધરાવતી દાઢી, અજીબ જ ફ્રેમવાળા ચઢાવેલા ચશ્મા, પોતાની size કરતા પણ બે size વધારે હોય એવા- રીતસર ખબર પડે કે બહાર ખરીદવા જવાના કંટાળાના કારણે online મંગાવેલા અને મોટા આવેલા ચપ્પલ- જેને return કરવાની તસદી પણ લેવામા આવી નોહતી. ઢીલી blue color ની T-shirt જેના પર Black Lettersમાં print થયેલુ હતું ‘LOST’ જે ખરેખર એની હાલત પરથી પણ લાગતું હતું. Fastrack ની મોટી sports watch અને લગરવગર cargo pant- આ હતી આરવની સ્થિતિ બાવીસ વર્ષે- જાણે કે દાયકાઓની struggleકરીને હજું પણ કાઇ ઝંખી રહ્યો હોય. પણ એક વસ્તુ હતી આરવની જે એને બાવીસનો હોવાનું છતું કરી જતી. દાઢીના વાળની વચ્ચે અને ક્રુત્રિમ રીતે જાડી ભપકાદાર ફ્રેમની પાછળની એની માસુમ આંખો- એનો વાન ગોરો હતો. એણે ઉભા કરેલા કદરુપા પાસાઓને, એના મોટાપાને અને ચરબીઓના થરને જો કાઢી નાખવામા આવે તો આરવ એક handsome teenager ને પણ પાછો પાડી નાખે. પણ કહેવાય છે ને જીવનમા માણ્સ એ વધારે ઝંખે છે જે એને મળી ના શકવાનુ હોય અને એમા પોતાની પાસે જે છે એને પણ જતું કરવા આતુર થઈ બેસે છે એ જ ઇચ્છામાં કે કાશ! એ ઝંખના પૂરી થઈ જાય.

આજથી આંઠ વર્ષ પહેલા આરવની school બદલાઈ. Boards માં 10thમાં નવા શહેરમાં આવેલો આરવ ઘણા સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયો હતો. Born and brought up in mumbai એવા આરવને પિતાની transfer ની સાથે 10th standard કરવા અમદાવાદ આવવુ પડ્યુ અને જુઓ ખેલ કિસ્મતનો આરવની મહેનત પરમાણ પડી- માતા પિતાની ઇચ્છાઓને પુરી કરતા આરવે પુરા બાણુ ટકા લાવી boards માં ફતેહ હાંસલ કરી .Generally , Teenagers પોતાની જગ્યાઓને લઈને બહુજ emotional હોય છે-પોતાના friends, માહોલ અને વાતાવરણ- આનાથી તેઓ પોતાને અવિભાજ્ય ગણવા લાગે છે પણ આરવ જેવા teenager માટે સ્થળ બદ્લવુ, જગ્યા બદલવી ,school બદલવી આ બધુ બહુ રોમાંચક હતું. એ વાચાળ હતો અને સાથે smart પણ. મિત્રો બનાવવા તેના માટે આસાન હતા. એ આકર્શક હતો, તેજસ્વી હતો- અને બોલવામા કોમળતા અને કઠોરતા બન્ને નો સંગમ ધરાવતો હતો.

બસ! તો 11th science ના એ આરવની image એ સમયે release થયેલી film ‘three idiots’ ના રણછોડ્દાસ ચાચડ જેવી હતી . સારા પરિણામો માટે અથાક પરિશ્રમ કરતા ફક્ત તેને ધૂનની જરૂર હતી.

એક દિવસ આરવ સવારે school ના સમયથી as always late હોવાથી પૂરપાટ speed મા cycle ઘુસાડી પાર્ક કરવા try કરી રહ્યો હતો ત્યા તો એની નજર પડી- કાગળીયા સમેટતી, એક્દમ મૂજ્વાયેલી આરાધ્યા પર. આરવ બે minute જોતો જ રહે છે.એ વિખરાયેલા કાગળીયાની બન્ને બાજુના ખુણા પર lilies draw કરેલા હતા જે એને દુરથી દેખાઇ રહ્યા હતા પણ એ કાગળીયાની વચ્ચે દેખાતો આરાધ્યાનો નાનો માસૂમ ચેહરો એ જોતો જ રહી ગયો. આરાધ્યા પોતાના early english class માથી નીકળી રહી હતી, school  ચાલુ થતા પહેલા આવા class લેવાતા જેમા અમુક વિધ્યાર્થીઓ સ્વેચ્છાએ આવતા અને આરવ જેવા વિધ્યાર્થીઓતો school ના regular time પર પણ જો આવી પહોચે તો teachers ખુશ થઈ જતા so, early class નો તો સવાલ જ નોહતો. આરાધ્યા એક્દમ વિપરીત હતી આરવથી-આરવ સમુધ્ર હતો તો એ શાંત ઝીલ હતી. આરવ પોતાની cycleમાં plastic ની પતરી લગાવતો જેથી એ cycle ચલાવે અને wheel ફરે ત્યારે એનો અવાજ આખી schoolમાં સમ્ભ્ળાય જ્યારે આરાધ્યાઘંટડીનો ઉપયોગ કરતા પણ ડરતી કે કોઇ કાઇ કહી ના જાય.આરવ late આવવાથી બહાર ઉભો રહેતો તો આરાધ્યા class માં પહેલી આવનાર છોકરી હોતી. કદાચ આવા જ કારણોસર અત્યારસુધી આરવ વર્ગમા આરાધ્યા તરફ ધ્યાન જ નોહતો આપી શક્યો જે આજે પહેલી વાર lilies દોરેલા કાગળીયાની વચ્ચે નિરખી રહ્યો હતો.

આરાધ્યા ખુબ જ મુંજ્વાયેલી હતી, school માં અચાનક્થી આવી ચડેલા વાંદરાથી ડ્રરી જતા તે પડી ગઈ અને એના folder માથી આ english class ના કાગળીયા પણ વિખરાયેલા હતા. વાંદરા ના કારણે cycle પણ પડેલી હતી. school ના time મા પણ late થઇ ગયું હતું. આટ્લાની વચ્ચે, teacher શું કહેશે?, બહાર ઊભા રહેવું પડશે ? એનુ પ્ણ tension થતું હતું. આ બધાની વચ્ચે એને એની પણ પરવા હતી કે સદાય ભીડમા પોતાની જાતને છુપાવવાનો પ્રયત્ન કરતી આરાધ્યા એ નટખટ છોકરાઓની સાથે બહાર ઉભી કેવી રીતે રહેશે? એ ચબુતરાઓ બે મિનિટ મા એની મજાક ઉસાવવા માંડશે એ વિચાર માત્રથી એની આંખમા મુંઝવણની સાથે એક ભીનાશ આવી ગઈ હતી.

દૂરથી આરવ બિંદાસ્ત આ દ્રશ્ય  જોઇ રહ્યો હતો. છેવટે પોતાની cycle એ તરફ લઈ જઈને એણે આરાધ્યાને cycle ઉપાડી આપી. આરાધ્યાનુ ધ્યાન ગયુ કે તરત જ એ ઉભી થઈને સભાન થવા ગઈ અને આટ્લુ ત્વરીત એનુ reaction જોતા જ આરવ એને જોવુ કે cycle પકડવી એ નક્કી ના કરી શકતાક ને cycleફરીથી જોરથી પડી અને આ વખતે આરાધ્યાના cycleની ઘંટ્ડી તુટી ગઈ- આ જોતા જ આરવ ફરીથી cycleઉપાડવા લાગ્યો- ઉપાડી ઘંટડી પણ સરખી કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ કઇ થઈ શકે તેમ નોહતુ- આરાધ્યાએ પહેલી વખત એ સમયે આરવને સરખી રીતે જોયો હશે અને એનો ડર પણ થોડો ઓછો થઈ ગયો, આરવની ઘંટ્ડી સરખી કરવાની નિખાલસતાને જોઇને જ, ‘it’s okay’- આરાધ્યાએ ધીમા અવાજે કીધુ અને જતી રહી પણ એક blank page જેના બે ખુણા પર lilies draw કરેલા હતા એ રહી ગયું અને આરવે એ લઈને પોતાની favorite mathbook માં મુકી દીધું, આમ કરવા પાછળળનુ reason પણ એ એ સમયે કદાચ સમજી ન્હોતો શક્યો.

11th-12th science એટ્લે કે અમદાવાદમાં teenagers માટે યોજાયેલી સૌથી મોટી marathon- આ રેસમા આવા આરવ અને આરાધ્યા જેવા ઘણા teenagers પોતાની ભાવના અને લાગણીઓને ખરા હૃદયથી સમજી જ નથી શકતા. એમ જ ક્યારેક lily વાળુ કાગળીયુ આરવનુ ધ્યાન જરૂર દોરી જતું પણ આરવ ક્યારેય આરાધ્યા સામે દોસ્તીનો પ્રસ્તાવ મૂકી ના શક્યો, આરાધ્યા તરફથી તો કાઇ શક્ય હતું જ નહીં, કદાચ એ આરવને જોતી ખરી પણ હમ્મેશા એ ડર સાથે કે આરવ ફરીને એની સામે ના જોઇ લે. આમ ને આમ school પતી ગઈ, આરવ ઘણા સારા marks સાથે ઉત્તીર્ણ થયો અને આરાધ્યા પણ.

બસ! ત્યારપછી આરવ Govenment college મા mechanical engineering field માં ગયો અને આરાધ્યા creative fieldમાં architecture ભણ્વા બહાર જતી રહી, પણ એક વસ્તુ આરવે સમ્ભાળીને રાખી હતી, પેલુ lily draw કરેલુ કાગળીયુ જે હવે તે પોતની ED ની notebook માં રાખ્તો.

જોતજોતામા college પણ પતી ગઈ, અને આજે આરવ  multinational company માં recruit થઈ ગયો છે. company ના lunch hours પછીના થોડા ફુરસદના સમયમા પોતાના school નુ confession pageજોતો હોય છે  અને જોતા જોતા એની નજર પડે છે એક picture પર જેના ખૂણા પર Lilies દોરેલા હોય છે.આરવ ફટાક દઇને એ ખોલે છે જેમા ખુબ જ સુંદર કવિતા લખેલી હોય છે- આરવ share કરનારનુ નામ વાંચીને જાણે કે પોતની chair પરથી ઉછ્ળી પડે છે. ક્યાક એ સમય નો ૧૭ વર્ષનો આરવ ફરીથી જાગી જાય છે. એ છોકરી બિજી કોઇ નહી પણ આરાધ્યા માથુર હોય છે જેની સાથે એ ના જાણે કેટ્લાય સમયથી વાત કરવા ઇચ્છ્તો હતો, એ તરત જ આરાધ્યાની profile નો ખૂણેખૂણો ફેંદી વળે છે, અને સમજી જાય છે કે આરાધ્યા એવી જ છે જેવી તે ધારતો હતો. શાંત અને ઉંડી- ક્યારેક ભયાનક, ક્યારેક આહ્લાલાદક, ક્યારેક સુંદર, ક્યાયારેક ભયભીત, એના બધા રૂપ આરવ માટે નવા હતા જેને સાચવવા એ કાઇ પણ કરી છૂટ્વા તૈયાર હતો. એણે માપી લીધુ કે આરાધ્યા એ graduation ભલે architecture માં કર્યું હોય પણ, આરાધ્યાને કુદરતી વસ્તુઓમાં વધારે રસ હતો, તે કુદરતી વસ્તુઓને ઝંખતી હતી અને એનો સાથ એની કલમ એને આપતી, તે ખુબ જ ઉંડુ દોરતી અને લખતી હતી.

આરવે નક્કિ કરી કઢ્યુ કે બસ! એ આરાધ્યાને એ તમામ સિધ્ધ હાંસલ કરાવશે જેની એ હકદાર છે. આખરે પોતે MNC ના product development  નો એક successfull engineer હતો, એણે પોતાની વ્યાપારીક સુજબૂજથી આરાધ્યાના literature ને વ્યાપારીક ઓપ આપ્યો અને આ પ્રસ્તાવ આરાધ્યા સામે મુક્યો.આરાધ્યાની ખુશીનો કોઇ પાર જ નોહ્તો, તે પણ એક સમયે આરવ્ને નિહાળતી, એની સાથે વાત કરવાના વિચારો કરતી અને આજે એ જ આરવ એની સામે એના સૌથી મોટા સપનાને લઈને ઉભો હતો. આરવ financially બધી જવાબદારી લઈને આરાધ્યાની કવિતાઓના સંગ્રહને sponsor કરવાના પ્લાન સાથે આવ્યો હતો.

અને baristaની સાજે કોફી પીતા આરવની દશા આ જ projectને સફળતાની ઉંચાઇ આપવાના દ્રઢ નિશ્ચય સાથે થઈ હતી.આરાધ્યા પોતાની કળાને આટ્લુ સમજનાર અને મદદ કરનાર કોઈ મળ્શે, આવુ કાઇ શક્ય પણ છે એવુ ક્યારેય વિચારી પણ ન્હોતિ શકી.તેણે આરવને આટ્લી હદે મહેનત કરવા ના પણ પાડી પણ આરવનું કહેવું હતું ,’ આ હું તારા માટે નહી પણ મારા માટે કરું છુ, તારી કળા પાછ્ળ કરેલુ investment મને બમણો લાભ કરાવ્શે’ અને એની વાત સાચી પણ હતી.

આરાધ્યાની કવિતાઓ એ record break કમાણી કરી-આરવ અને આરાધ્યાની જોડી એ કમાલ કરી કાડ્યો હતો.ચારેય બાજુ એ બન્નેની સિધ્ધિના ભારોભાર વખાણ થતા હતા, આ હતી tewnties ની કરામત. ત્યાતો આરાધ્યાએ આરવને સાંજે zen caffe પાર બોલાવ્યો કહીને કે જરૂરી કામ છે.આરાધ્યાએ વાતની શરુવાત ખૂબ જ મુંઝવાયેલા અને ધીમા અવાજે કરી, આરવ સમજી ગયો કે હમ્મેશા ગભરાયેલી રહેતી આરાધ્યા આજે પણ highschoolમાં અચાનક આવી ચડેલા વાંદરાથી ડરી ગયેલી નાનકડી આરાધ્યા જેવી જ માસૂમ છે.આરવે કહ્યું કે,’ ભાઇ, હું જંગલી પાડો છું, I can bear anything, આરાધ્યા મારી ફિકર છોડ, બિંદાસ્ત બોલ, વાત શું છે?’ આરધ્યા એ કહ્યું કે US ના મોટા પ્રકાશન house એ એની કવિતાઓ પર ધ્યાન આપ્યું છે અને એ લોકો એના પાસે બીજા પાંચ પુસ્તકો અને એક drama scrpit પર કામ કરાવવા માંગે છે, સાથે સાથે એને literature માં post grad સુધી ભણાવવા sponsor કરાવવા તૈયાર છે. આ ઘણી મોટી opportunity હતી પણ બદલામા એણે આરવને છોડવો પડશે, એને જેના થકી એ આજે પોતાના સપના ને જીવી રહી છે.

આરવ આ સાંભળતાંકની સાથે જ કુદીને આરાધ્યાને ભેટી પડે છે અને કહે છે,’ ગાંડી, મારો વિચાર થોડી કરવાનો હોય અને હું અહીં બેકાર થોડી છું, તારી કવિતાઓએ એમ પણ મને ઘણી કમાણી કરાવી છે, અને આમ પણ મારુ profession અલગ છે, કદાચ interest પણ, but તારા સપના અમૂલ્ય છે તને જે oppotunity મલી છે એ બધાને નથી મલ્તી, જા! જીવી કાઢ તારા સપનાને અને મેળ્વી લે એ ઉંચાઇ જે તુ deserve કરે છે.

આરવ કદાચ એટ્લો smart હતો કે એની અંદર્ની લાગણી ક્યારેય એના ચહેરા પર ના દેખાતી- એમા થોડી મદ્દ્દ્ એના વધેલા દાઢીના વાળ અને જાડી frame વાળા ચશ્મા પણ કરી દેતા. આરાધ્યા પોતાના સપનાની પાછ્ળ ચાલી જાય છે અને અહી આરવ પોતાના જીવન માં આવેલા change ને એટ્લા જ હસતા મોંઢે સ્વીકારે છે જેટ્લા આજ દિવસ સુધી સ્વીકાર્તો આવ્યો છે, પણ હજું એક વસ્તુ એણે સાચ્વીને રાખી છે, બે ખૂણા પર Lilies દોરેલુ કોરુ કાગળ.

આ કાગળ એની સૌથી અમૂલ્ય વસ્તુ છે અને એને એણે બિનશરતી (unconditionally) પોતાની પાસે રાખ્યું છે, કેમ રાખેલુ છે, ક્યા સુધી રાખ્શે, આવા શરતોથી પરે રહી ને જીવનની રફતારની વચ્ચે જ્યારે break મળે આરવ આ કાગળીયાને જોઇ લે છે અને ક્શણિક શાંતિનો અનુભવ કરીને ફરીથી જીવનની રફ્તાર સાથે પોતાની રફ્તાર જોડવાના પોતાના પ્રયાસો મા લાગી જાય છે.

આ તરફ આરાધ્યા US જવાની મીટ માંડે છે, ત્યા literatureમાં અભ્યાસ કરવાના સપનાને પૂરુ કરવા અને એથી ય વિષેશ આરવની મહેનત અને આરવના વિશ્વાસને સચોટ પૂરવાર કરવા આરાધ્યા પોતાના પ્રયાસોમાં કોઇ કચાશ રાખવા તૈયાર નથી.આરાધ્યાના સામાનમાં એક વસ્તુ એણે પોતાની પાસે રાખી છે અને એ છે પેલી highschoolની તુટેલી ઘંટડી- જેનો તે minimum ઉપયોગ કરતી એ દિવસે પણ આરવની તુટેલી ઘંટ્ડી cycle માંફરી fit કરવાની નિખાલસતા જોઇ જેમ પોતે હરખાઇ ગઈ હતી એમ આજે પણ એ ઘંટડીની ગુંજ એને આરવના વિશ્વાસ અને નિખાલસતાની યાદ અપાવી જાય છે.

So,lily draw કરેલુ blank page, ઘંટડી, આરવ અને આરાધ્યા ચારેય એક્બીજાથી અલગ દિશામા અને અલગ પ્રકૃતિ વાળા જરૂર છે, પણ એક નિઃસ્વાર્થ સમ્બંધ આ ચારેય વચ્ચે સેતુ બની બેસે છે અને એક સુંદર કહાની જીવનની રફતારમાં છતી થતાંકની સાથે જાણે કે આલોપ થઇ જાય છે.

 

 

 

Twenties ;)

Twenties માણસના જીવનનો એ તબક્કો છે જયારે એ તેની ક્ષમતાની પરાકાશ્ટા પર હોય છે. Twenties માં પણ પાછું early twenties એટલે કે અચાનક તમે ‘grown ups’ માં ગણાવા લાગો અને ક્યાક તમારા અંદરનું બાળપણ હજુ પણ તમારા વર્તનના કોઇક ખૂણેથી ડોકીયા કરી જતું હોય. હું  ૨૩ years old છું, અને એટલે જ આજે મને આ phase વિષે લખવાની ઈછ્છા થાય છે. મારી જાતને આટલી સક્ષમ, દૃઢ, સાહસિક, અને સ્પષ્ટ હું આજ દિવસ સુધી ન્હોતી અનુભવી શકી જેટલા જીવનના આ તબક્કા પર આવીને અનુભવી રહી છું.સાથે ને સાથે પોતાને આટલી અસમંજસમાં, આટલા વિચારોના મનોમંથનમાં, ક્યારેક લાચારતામાં અટવાયેલી, ક્યારેક બેબસ, ક્યારેક ઉદાસ, ક્યારેક ખૂબ જ confident અને બીજી જ second પર એકદમ demotivated પણ ક્યારેય ન્હોતી અનુભવી શકી.

કદાચ twenties એ phase જ એવો છે જ્યારે તમે બધી વસ્તુઓ મહત્તમ રફ્તારથી કરવા ઈછછો છો. જીવનમાં એક વસ્તુથી તમે હામ ભીડવા ઈચ્છોછો અને એ છે રફતાર. જીવન એની રફતારથી ભાગતુ રહે છે અને તમે તમારી દોટ એની રફતાર કરતા વધારે રફતારથી મુકવા માંગો છો અને ક્યાક એવુ ઈચ્છોછો કે કાશ! આ દોડ નો વિજેતા હું હોઉ, કે કાશ હું એ શોધી કાડૂ કે આખરે હું પામવા કોને ઈચ્છુંછું.

આવા જ કેટલાક twenties ના દાયકામાં અટવાયેલા લોકોની રોમાંચક, સાહસિક, પ્રેરણાદાયક, નવા વિચારોથી ભરાયેલી, સમાજને કેટલીક વાર ટકોરતી તો કેટલીક વાર સમાજને સમજવાના પ્રયત્નો કરવા જતી વાર્તાઓનો સમન્વય કરવાનો મારો પ્રયત્ન છે જે મારા આવનારા blogs નો ભાગ હશે.